ભાજપાના શાસનમાં રોડ રસ્તા બન્યાં એટલે ખાડાઓની ચર્ચા થાય છે – શ્રી વિજયભાઈ રૂપાણી

 

ભાજપાના શાસનમાં રોડ રસ્તા બન્યાં એટલે ખાડાઓની ચર્ચા થાય છે – શ્રી વિજયભાઈ રૂપાણી

 

  • રાજકોટમાં રૂપાણી નો વિજય નિશ્ચિત થઇ ગયાનો કોલ આપતા ભોમેશ્વર વિસ્તારનો લોક પ્રતિસાદ
  • કોંગ્રેસના રાજમાં તો ખાડાઓની વચ્ચે રોડ શોધવા પડતા તેટલો ભ્ર્સતાચાર હતો
  • કોંગ્રેસના ભ્રષ્ટાચારી શાસકો તો ગાયોનો ઘાસચારો પણ ખાઇ ગયા હતા
  • રાજકોટ અને ગુજરાતના વિકાસ રથને અટકવા નહિ દઈએ -શ્રી ઉદયભાઈ કાનગડ
  • રાજકોટને રૂપાણી એ રાજી કર્યા છે એટલે અમે રૂપાણીનો રાજીપો જાળવી રાખીશું – શ્રી નરેન્દ્રસિંહ ઠાકુર

સૌ સમાજને સાથે લઇ ચાલનાર ભાજપાની સરકાર ને અમારા સૌનો સહકાર મળશે – શ્રી અલીઅસગરભાઈ વોહરા.

રાજકોટ : 29/11/17

અન્યાયના અંધકાર સામે લડત ચડાવી હવે વિકાસનો સુરજ ઉગાડ્યો છે , આ વિકાસના સુરજને ગ્રહણ ન લાગી જાય તેની એક વાર કાળજી રાખવાની જવાબદારી આપ સૌની છે. ભાજપાની સરકારે રોડ રસ્તાઓ બનાવ્યા ત્યારે વિરોધીઓ ખાડાની ચર્ચા કરે છે,તેઓના શાસનમાં માત્ર ખાડા જ હતા તો શેની ચર્ચા કરે ,હું રાજકોટનો જ છુ અને આપ સૌના પ્રેમ અને લાગણી થી જ કોર્પોરેશન થી વિધાનસભા સુધી અને હાલમાં મુખ્યમંત્રી બન્યો છુ. સૌ સમાજને સાથે લઈને ચાલનારી આપણી ભાજપાની સરકાર આગામી પાંચ વર્ષમાં સુવર્ણ યુગ લાવવાની તૈયારીઓ પણ કરી ચુકી હોવાની વાત મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પોતાના મતવિસ્તાર વોર્ડ ન. 2 ભોમેશ્વરમાં યોજાયેલ સર્વ સાંજની સંભાવના સભામાં કહી હતી. તો આ સભામાં ઉપસ્થિત પૂર્વ મેયર શ્રી ઉદયભાઈ કાનગડ સહીત દરેક સમાજના લોકોએ મુખ્યમંત્રીશ્રી ને ભવ્યાતીત લીડ થી જીતાડવાનો કોલ આપ્યો હતો.

ગુજરાતમાં છેલ્લા 22 વર્ષમાં રોડ – રસ્તાઓના કામ થયા છે અને 4 લાઈન – 6 લાઈન પહોળા રસ્તાઓ બન્યા છે માટે આજે વિકાસને ગાંડો કહેનારા રસ્તાના ખાડાની ખોટી બુમરેગો પાડી રહી છે. તેઓના શાસનમાં રસ્તા ને બદલે ખાડા જ હતા એટલે શેની વાત કરી શકે ?કોંગ્રેસના સમયમાં રાજકોટમાં પાણીની તંગી વેઠી છે અને આ તંગીને કારણે આપણા પરિવારના દીકરા ના સગપણોમાં પણ ઘણી જ મુશ્કેલીઓ પડી છે તેની સામે ભાજપાની સરકારે શાસનધુરા સાંભળતા માં નર્મદાના પાણી આજીમાં ઠાલવતા જ રાજકોટ વાસીઓ માટે પાણીનો કકળાટ ભૂતકાળ બની ગયો છે, અને હજુ પણ હાલમાં આવતું માત્ર 20 મિનિટ પાણી આગામી પાંચ વર્ષમાં 24 કલાક આપવાની વ્યવસ્થાઓ ગોઠવી રહ્યા છીએ. જોકે તેના માટે ઘરે ઘરે મીટરો મૂકી જેટલો વપરાશ તેટલો દર વસૂલાશે પણ પાણી 24 કલાક અપાશે મારી રાજકોટની જનતાને શ્રી વિજયભાઈએ ભૂતકાળને યાદ કરતા જણાવેલ કે આપ સૌના પ્રેમ અને લાગણી થી જ હું કોર્પોરેશન થી વિદ્યાસભા સુધી પહોંચ્યો છુ અને આપ સૌના હેત થીજ આજે મુખ્યમંત્રી બન્યો છું. મારે રાજકોટનું ઘણું રન ચૂકવવાનું બાકી છે ત્યારે તેની તૈયારી રૂપ ભાજપાની સરકાર દ્વારા આવનાર 5 વર્ષમાં 150કરોડના ખર્ચે નવું બસપોર્ટ , નવી GIDC  , સૂચિત સોસાયટીઓને કાયદેસર કરી રહ્યા છીએ તેમજ જનાના હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલને નવા રંગરૂપ આપી રહ્યા છીએ. કાયદો વ્યવસ્થાના ચુસ્ત પાલન માટે શહેરમાં જાહેર ચોક – રસ્તાઓ પાર 500 થી વધુ કેમેરાઓ ગોઠવી દીધા છે.

સભામાં ઉપસ્થિત પૂર્વ મેયરશ્રી ઉદયભાઈ કાનગડે જણાવેલ કે રાજકોટ વાસીઓને શ્રી રૂપાણીએ રાજી કાર્ય છે ત્યારે રાજકોટની 69 ની જાણતા આ રાજીપો કાયમી મેળવવા જંગી બહુમતી થી જરૂર જીતાડશે.

વોહરા સમાજના અગ્રણી શ્રી અલીઅસગરભાઈએ પોતાની લાગણી વ્યક્ત કરી હતી કે ભાજપાની સરકાર સૌ સમાજનો સાથ લઇ સૌ સમાજનો સર્વાંગી વિકાસ કરી રહી છે ત્યારે આ વિકાસ રથને અમે અટકવા નહિ દઈએ અને જંગી બહુમતીથી શ્રી વિજયભાઈને જરૂર થી ફરીથી મુખ્યમંત્રી બનાવીશું।

વિધાનસભાની બેઠક – 69સભામાં શ્રી દર્શિતાબેન શાહ ( ડેપ્યુટી મેયર) , શ્રી રાજેન્દ્રસિંહ ગોહિલ( પ્રમુખ વોર્ડ -2),શ્રી મનીષભાઈ રાડિયા અને શ્રી જૈમિનભાઈ ઠાકર તેમજ શ્રી સોફિયાબેન દલ ( કોર્પોરેટર વોર્ડ -2 ) શ્રી મોહનભાઇ વાડોલિયા ( ઉપપ્રમુખ શહેર ભાજપ) , શ્રી સુરેન્દ્રસિંહ વાળા ( પ્રભારી વોર્ડ ન – 9 ) , શ્રી માધવભાઈ દવે ( પ્રભારી વોર્ડ – 8 ) સાથે વોહરા સમાજના શ્રી સાકીરભાઈ , શ્રી સજ્જાદભાઈ , શ્રી હોઝેફાભાઈ વોહરા સાથે દરેક સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહી શ્રી વિજયભાઈ ને જંગી બહુમતી થી જીતાડવાનો કોલ આપ્યો હતો.