ગુજરાતનીચૂંટણીઓ કોંગ્રેસની કબરમાં છેલ્લો ખીલો હશેઃ શ્રી વિજયભાઈ રૂપાણી.

રાજકોટ. મગંળવાર

ચૂંટણીઓનો જંગ જામતો જાય છે તેમ તેમ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનો ઘોડ વિજયી દોટ લગાવી રહ્યો છે. લોકો તરફથી મળી રહેલા પ્રતિસાદ પરથી એ હવે દીવા જેવી ચોખવટ છે કે રાજકોટને તો મુખ્યમંત્રી જ જોઈએ, બીજા કોઈ નહીં.

શ્રી વિજયભાઈ રૂપાણ ગુજરાતના અન્ય વિસ્તારોમાં ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હોવા ઉપરાંત રાજ્યના મુખ્યમંત્રી તરીકે અન્ય ઉમેદવારો માટેની ચિંતા તેમણે વિશેષ કરવાની હોય છે. છતાં મંગળવારે શ્રી વિજયભાઈ સાંજથી જ પોતાના મતક્ષેત્ર રાજકોટ પશ્ચિમમાં ઘનિષ્ઠ જનસંપર્ક અને વિવિધ સમાજોના મિલન સભાઓ દ્વારા પોતાની જીતને વધુ મજબુત બનાવી હતી.

જાતીવાદનો અનૈતિક આશ્રય લઈને કોંગ્રેસે પોતાની ઘોર ખોદી છે.

 

શ્રી વિજયભાઈ રૂપાણીની અનુપસ્થિતિમાં લોકસંપર્કની જવાબદારી સંભાળતા તેમના ધર્મપત્ની અંજલિબેન રૂપાણી દ્વારા પણ તેજીલો પ્રાચર થઈ રહ્યો છે અને જ્યાં જ્યાં જાય ત્યાં “વિજય ઘોષ”સાથે લોકો વિજયભાના વિજય વધામણા કરતાં જ હોય છે.

મંગળવારે ખુદ શ્રી વિજયભાઈએ પોતાના પ્રચારનો દોર આગળ ધપાવ્યો હતો. તેમના દૃઢ અને પ્રતિભાશાળી પ્રવચનમાં શ્રી વિજયભાઈએ કહ્યું હતું કે કોંગ્રેસ તો હવે તરફડિયા મારી રહી છે. તેના છેલ્લા શ્વાસ ગણાય છે અને ગુજરાતની ચૂંટણીઓ તેની કબર પર છેલ્લો ખીલો ઠોકશે તે નિશ્ચિત છે.

       આ પ્રચાર યાત્રામાં જોડાયેલા શહેર ભાજપા પ્રમુખ અને આક્રમક નેતા શ્રી કમલેશભાઈ મીરાણી એ કહ્યું હતું કે, ત્રણ ડાઘુઓ અને ચોથા રાહુલ ગપોડીદાસ હવે કોંગ્રેસની નનામી વળાવવા નીકળ્યા છે. ૧૮મી તારીખે કોંગ્રેસના અંતિમસંસ્કાર થશે.