કોંગ્રેસે ગામડાં ખતમ કર્યા અને ભાજપ ગામડાં ઓને સ્માર્ટ બનાવ્યાં

રાજકોટ ગ્રામ્યમાં આપણા લાખાભાઈનો ડંકો વાગે છે.

કોંગ્રેસના શાસમાં ગામડાં ભાંગી ગયા હતાં, ખેડૂત બેહાલ બન્યો હતો.
ભાગેલા ગામડાંને “સ્માર્ટ વિલેજ” રૂપી કાયાપલટ ભાજપની દેન છેઃ લાખાભાઈ.
ગ્રામ વિકાસને આધારે દેશનો વિશ્વમાં ડંકો વગાડ્યો.
રૂ. ૧૦ હજાર કરોડની મુખ્યમંત્રી સડક યોજનાથી ગામડાઓને શહેરથી જોડ્યાઃ ડી. કે. સખીયા (જિલ્લા ભાજપ પ્રમુખ)
ગ્રામ્ય ક્ષેત્રની સુખ સુવિધામાં વિકાસ કરીને, ભાંગેલા ગ્રામ્ય ક્ષેત્રને જીવંત કર્યું –નીતિનભાઈ ઢાંકેચા.

રાજકોટ ગ્રામ્યના ભાજપના ઉમેદવાર અને લોકોના પોતીકા સેવક આપણાં લાખાભાઈ નો ડંકો વાગી રહ્યો છે. જ્યાં જ્યાં પણ શ્રી લાખાભાઈ સાગઠિયા અને તમેના સાથી કાર્યકરો, સમર્થકો, શુભેચ્છકો પ્રચાર માટે જાય છે ત્યાં તેમનું “સામૈયું” કરીને અને “ઓવારા” લઈને સ્વાગત થઈ રહ્યું છે તે જોતા સહુને નિશ્ચિત થઈ રહ્યું છે કે, લાખાભાઈનો ડંકો વાગશે. તેમની “વિજયયાત્ર” કોઈ અટકાવી નહીં શકે.
બુધવારે શ્રી લાખાભાઈ તેમજ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી ડી. કે. સખિયા, રાજકોટ લોધિકા સંઘના અધ્યક્ષ શ્રી નીતિનભાઈ ઢોકેચા, જિલ્લા ભાજપ મંત્રી શ્રી ભાનુબાઈ મેતા, યુવા અગ્રણી શ્રી રોહિત દાફડા જાણીતા હાસ્યકાર શ્રી ધીરૂભાઈ સરવૈયા, શ્રી જય સાગઠિયા વગેરે ગામડા ખૂંદીને લાખાભાઈનો પ્રચાર વેગીલો બનાવ્યો હતો.
ગામડાંમાં ગ્રામજનોને સંબોધતા “શ્રી લાખાભાઈએ શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદૃષ્ટિ અને કોઠાસૂઝની વાત કરતાં કહ્યું હતું કે, ૨૨ વરસ પહેલાં આપણા ગામડામાં “વાળું” ટાણે લાઈટ પણ નહોતી. સાંજ પડે ને અંધારું છવાય જાય તે પહેલાં તો વાળું કરી લેવું પડતું. પરંતુ ‘જ્યોતિગ્રામ યોજના’ થકી આજે ગુજરાતના એક એક ગામમાં વીજળીનો જળહળાટ થયો છે. માત્ર વીજળી જ નહીં પરંતુ વિકાસનો ઉજાસ પથરાયો છે.” કોંગ્રેસના શાસનમાં તો ગામડાં ભાંગી ગયા આ ખેડૂતો બેહાલ હતા. લોકો હિજરત કરીને શહેરમાં રોજગારી શોધવા જતા હતા. આજે પરિસ્થિતિ બદલી છે. આજનું ગામડું “સ્માર્ટ વિલેજ” બન્યું છે. જ્યાં પ્રાથમિક સુવિધા હવે હક્ક બની ગઈ છે.
શ્રી ડી. કે. સખીયાએ જણાવ્યું હતું કે, ૧૦ હજાર કરોડની મુખ્યમંત્રી સડક યોજનાને કારણે અને ગામડાં શહેરથી જોડાયા છે. “તમે રાજકોટ – અમદાવાદ હાઈ-વે પર જતા હો કે, કોટડા – સાંગાણી – બાબરાના રસ્તે જતા હો, બંને રસ્તા ટનાટન અને લોકઉપયોગી બન્યાં છે. તે ભાજપ સરકારની દેન છે.”
શ્રી નીતિનભાઈ ઢોકેચાએ કહ્યું હતું કે, “અમેરિકામાં વસતો રાજકોટના ગામડાનો માણસ ત્યાં બેઠા બેઠા ૭/૧૨ના ઉતારા મેળવી શકે તેવી આધુનિતા ભાજપના શાસનમાં આવી છે. સમરસ ગ્રામ દ્વારા ગામડાંમાંથી રાજનીતિના ઝેરને દૂર કરવાનો અનોખો પ્રયાસ થયો છે આજે ‘E-Gram’ દ્વારા ગામડાંમાં પણ શહેર જેવી જ ઈનેટરનેટ કનેક્ટીવીટી મળી છે જે વિદ્યાર્થીઓ માટે ખૂબ જ આશીર્વાદ રૂપ છે.”