Special Story :ભાજપનો 50 પૈસા અને કોંગ્રેસનો 2 રુપિયાનો ભાવ

ગુજરાત ચૂંટણી: સટ્ટાબજારમાં ભાજપ ફેવરીટ

ગુજરાતની ચૂંટણી હવે નવ દિવસ બાકી રહ્યા છે ત્યારે સટ્ટાબજાર પડમાં આવ્યું છે, ઉમેદવારોના નામ ડીકલેર થઇ ગયા બાદ સટ્ટોડિયાઓ પોતાની રીતે દરેક સીટનું એક્સપોર્ટ તારણ કાઢે છે, ત્યારબાદ ગુજરાતમાં ભાજપ સત્તા ઉપર આવશે તેવું તારણ છે. કોંગ્રેસનો ભાવ 2 રુપિયા અને ભાજપના 50 પૈસા આજના છે.
નરેન્દ્ર મોદીની સભાઓ પછી ફરીથી સીટોની જીતવાની શક્યતામાં વધારો થશે તેમ સટ્ટોડિયાઓ માને છે, ચૂંટણીના સટ્ટાનું મૂળ રાજસ્થાનમાં છે, અત્યારે ભાજપની 107 થી 110 સીટો સટ્ટોડિયાઓ માને છે જેમાં રોજ પરિસ્થિતિ મુજબ ફેરફાર થશે. 

ગુજરાત વિધાનસભા ચૂંટણી પર સમગ્ર દેશ જ નહીં વિદેશોની નજર પણ છે ત્યારે સટ્ટાબજાર કેમ દૂર રહી શકે છે. ચૂંટણી ગુજરાતમાં છે પરંતુ તેનો સટ્ટો રાજસ્થાનમાં રમાઈ રહ્યો છે. સટ્ટાબજાર મુજબ ગુજરાતમાં ભાજપ જ ફરી એકવાર સત્તામાં આવશે. સટ્ટા બજારના સૂત્રોએ કહ્યું કે ભાજપ ફેવરીટ છે, પરંતુ આ વખતે તેની બેઠકો ઘટશે. 107થી 110 બેઠક વચ્ચે ભાજપે સંતોષ માનવો પડશે.
ગુજરાત ચૂંટણીમાં સટ્ટા બજાર મજુબ ભાજપને 107-110 અને કોંગ્રેસને 70-72 જેટલી બેઠક આવી શકે છે. જ્યારે 2012માં બાજપને 182માંતી 112 બેઠક મળી હતી તો કોંગ્રેસને 168 બેઠક મળી હતી. આ વખતે ભાજપ માટે 50 પૈસા અને કોંગ્રેસ માટે 2 રુપિયા રેટ રાખવામાં આવ્યો છે. જોકે જેમ જેમ પરીણામ આવવાના ચાલુ થશે તેમ તેમ ભાવમાં ફેરફાર જોવા મળશે. કહેવાય છે કે પીએમ મોદીની રેલી બાદ કરવામાં આવનાર સર્વે બાદ ભાજપ-કોંગ્રેસના ભાવમાં ફેરફાર કરવામાં આવી શકે છે.

ભાજપનો ભાવ 50 પૈસા કોંગ્રેસનો 2 રુપિયા

એક અન્ય સટોડીયાએ જણાવ્યું કે, ‘જેઓ નિયમિત રીતે સટ્ટાબજારમાં રમે છે તેવા લોકો ચૂંટણીના ખૂબ પહેલાથી જ દરેક પ્રકારની બાબતો પર નજર રાખે છે. તેમજ તેના આધારે સુરક્ષિત ગેમ જ રમે છે. બજાર હાલ તો સુસ્ત છે પરંતુ ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં જોરદાર તેજી પકડે તેવી ભરપૂર શક્યતા છે.’