લોકોના હ્રદયમાં વસતા વિજયભાઈને અમે  ” વિજયી  સમ્રાટ ” બનાવીશું 

વોર્ડ ન. 3માં વિજયભાઈની  ” વિજયોત્સવ ” લોકસંપર્ક રેલી

લોકોના હ્રદયમાં વસતા વિજયભાઈને અમે  ” વિજયી  સમ્રાટ ” બનાવીશું
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે થોડા દિવસોજ રહ્યા છે ત્યારે પ્રચાર હવે તેની પરાકાષ્ટએ પહોંચ્યો છે. આજરોજ બેઠક 69ના વોર્ડ ન 3 માં ઉમેદવાર અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ મધ્યસ્થ કાર્યાલયને ખુલ્લું મૂક્યું હતું અને તેવેળાએ વોર્ડ ન।  3 માં વસતા વાલ્મિકી સમાજ , બ્રહ્મ સમાજ , લોહાણા સમાજ , દેવીપૂજક સમાજ , પુસ્કર સમાજ , વેપારી મંડાઓએ એક ભવ્યાતીત ” વિજયોત્સવ રેલી ” સમાન લોકસંપર્ક રેલીનું આજ્યોજન કરવામાં આવ્યા હતું
આ લોકસંપર્ક રેલીમાં પાઘડી તેમજ જ્ઞાતિ પરંપરાગત વેશભૂષા ધારણ કરેલ યુવક – યુવતીઓ ઢોલ – ત્રાસ અને સંગીતના તાલે પરંપરાગત નૃત્ય કરતા રેલીની આગેવાની લીધી હતી. વોર્ડની તમામ શેરીના નાકાઓ પાર જુદા જુદા તમામ સમાજના સંગઠનોએ ઉમળકાભેર ફુલહાર અને પુષ્પવૃષ્ટિ થી શ્રી વિજયભાઈનું સ્વાગત કર્યું હતું। તેમજ જકશન પ્લોટના મુખ્ય માર્ગ પાર દરેક વેપારી સંગઠનોએ પણ શાલ ઓઢાડી – ફુલહાર કરી વિજયભાઈને વધાવ્યા હતા અને તેઓનું અભિવાદન ઝીલ્યું હતું.
આ રેલીમાં સાથે રહેલ વાલ્મિકી સમાજના શ્રી કરશનભાઇ વાઘેલા , બ્રહ્મસમાજના શ્રી મુરલીભાઈ દવે , લોહાણા સમાજના શ્રી જનકભાઈ કોટક , દેવીપૂજક સમાજના શ્રી સુરેશભાઈ પરમાર , વેપારી સમાજના શ્રી જગદીશભાઈ ભોજાણી સાથે બહોળી સંખ્યામાં જોડાયેલ મહિલાઓએ વિજયભાઈને અકલ્પનિય લીડ થી વિજય બનાવવાનો કોલ આપ્યો હતો.