રાજકોટ સહિત સાત શહેરોમાં મોદીના વોરરુમ

રાજકોટ સહિત સાત શહેરોમાં મોદીના વોરરુમ
વડા પ્રધાને પોતાને ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો સાચો ચિતાર મળી રહે એ માટે ગુજરાતમાં કુલ 8 જગ્યાએ પોતાની પર્સનલ ઑફિસો શરૂ કરાવી છે ને એમને વોર-રૂમ નામ આપવામાં આવ્યું છે
ગુજરાત વિધાનસભાના ઇલેક્શનમાં આ વખતે ઇઉંઙને સામી છાતીએ કોન્ગ્રેસ અને પાટીદારો નડી રહ્યા છે એવા સમયે પોતાને કોઈ જાતની ભ્રામક ઇન્ફર્મેશન મળે નહીં અને પોતે અંધારામાં રહે નહીં એ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાર્ટીની એક પણ વ્યક્તિનો વિશ્વાસ કરવાને બદલે છજજ અને એના કાર્યકરો પર વિશ્વાસ રાખવાનું પસંદ કર્યું છે અને છજજના કાર્યકરોની મદદથી તેમણે ગુજરાતનાં મહત્વનાં આઠ શહેરોમાં કામચલાઉ ઑફિસ પણ શરૂ કરી દીધી છે. આ ઑફિસને વોર-રૂમ તરીકે ઓળખવામાં આવે છે. આ ઑફિસોથી એકધારો ડેટા નરેન્દ્ર મોદીને મોકલવામાં આવે છે અને સાથોસાથ મીડિયાના રિપોર્ટ્સની સમરી પણ અહીંથી મોદીને મોકલવામાં આવે છે.
નરેન્દ્ર મોદી માટે ગુજરાત સૌથી મહત્વનું છે. ગુજરાતમાં તેમણે વાપરેલી સ્ટ્રેટેજીનો જ ઉપયોગ અત્યારે કેન્દ્ર સરકારમાં થઈ રહ્યો છે એવા સમયે ગુજરાત નરેન્દ્ર મોદી માટે સૌથી મહત્વપૂર્ણ છે. ગુજરાતમાં ઇઉંઙને નબળું પરિણામ મળે કે ગુજરાત ઇઉંઙએ ગુમાવવું પડે તો એ માત્ર અને માત્ર નરેન્દ્ર મોદીની હાર ગણાશે અને એવું બને એ નરેન્દ્ર મોદી નથી ઇચ્છતા. આ જ કારણે તેમણે પાર્ટીના એક પણ મેમ્બર પર ભરોસો કરવાને બદલે પોતાની રીતે પોતાની ઑફિસ બનાવીને એનું કામ શરૂ કરી દીધું છે. એવું નથી કે ચાલી રહેલી આ ઑફિસો વિશે ઇઉંઙના સિનિયર નેતાઓને જાણ નથી, પણ એમ છતાં એ ઑફિસની એક પણ પ્રકારની કામગીરીમાં દખલ કરવાની કે ત્યાં જવાની પરમિશન એ નેતાઓને નથી.
આ ઑફિસોમાંથી મળતી માહિતી મુજબ નરેન્દ્ર મોદીની પોતાની સ્ટ્રેટેજી બને છે અને આ જ ઑફિસમાંથી મળતી ઇન્ફર્મેશનને આધારે નરેન્દ્ર મોદી પોતાની સભાની સ્પીચનું પણ પ્લાનિંગ કરે છે. આ આઠ ઑફિસ છેલ્લા એક મહિનાથી ચાલી રહી છે. આ ઑફિસોએ ઇઉંઙ માટેની નેગેટિવ બાબતોની સૌથી પહેલાં જાણ કરવાની છે એવી સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.