સોમનાથ રાહુલના વિવાદ પાછળ ઘરનો જ ભેદી? 

સોમનાથ મંદિરમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનું નામ બિન હિંદુ રજિસ્ટરમાં નામ નોંધાવા પાછળ કોંગ્રેસના જ કોઈ અંદરના માણસનું કામ હોવાની આશંકા પાર્ટીમાં ઉઠી રહી છે. પાર્ટીના કેટલાક નેતાનું માનવું છે કે રાહુલ ગાંધીનું નામ ખરાબ કરવા આ વિવાદ ઉઠાવવા પાછળ એક એવા વ્યક્તિનો હાથ છે જે હાલ તો કોંગ્રેસમાં છે પરંતુ ભાજપમાં જવા માટે પ્રયાસ કરી રહ્યો છે. તે ધર્મ વિવાદ દ્વારા ભાજપના મોવડી મંડળના પ્રિય બનવા પ્રયાસ કરી રહ્યો છે.
ભાજપમાં પ્રવેશ લેવા માટે કર્યું છે આવું કામ!
સૂત્રો મૂજબ આ વિવાદનું ઠીકરું મીડિયા કોર્ડિનેટર મનોજ ત્યાગી પર ફોડવું યોગ્ય નથી. અહેવાલ મુજબ એવું કહેવાય છે કે બિન હિંદૂના રજિસ્ટરમાં અહમદ પટેલની સાથે રાહુલનું નામ મનોજ ત્યાગીએ જ લખ્યું હતું. સૂત્રોએ કહ્યું કે પરંતુ રજિસ્ટરમાં રાહુલના હસ્તાક્ષરને કથિત લીક કરવા પાછળ પાર્ટીના જ કોઈએ ઘરના ભેદીની ભૂમીકા ભજવી છે.
અમને ખબર પડી ગઈ છે કોણ છે આ ષડયંત્ર પાછળ: કોંગ્રેસ
કોંગ્રેસના ટોચના સૂત્રોએ કહ્યું કે, નઅમને ખબર છે કે આ કોણે કર્યું છે અને શા માટે કર્યું છે. આ પાછળનો હેતું રાહુલની સોમનાથ યાત્રાને નુકસાન પહોંચાડવાનો હતો અને તેનાથી રાહુલના ટિકાકારોને ફાયદો પણ મળ્યો છે. સૂત્રોનું માનીએ તો કોંગ્રેસના ટોચના નેતાઓએ આ ઘરના ભેદી અંગે જાણ મળી ગઈ છે. હવે તેને કોંગ્રેસમાંથી પાણીચું આપવાનું નક્કી જ છે. કોંગ્રેસના કેટલાક નેતાઓ તો એમ પણ કહે છે કે આ વ્યક્તિ ભાજપના અમિત શાહને પહેલા જ મળી ચૂક્યો છે.
સોમનાથ મંદીરના ટ્રસ્ટીએ શું કહ્યું?
સોમનાથ મંદિરના ટ્રસ્ટી પી.કે લહેરીએ  વાતચીત કરતા કહ્યું કે, મંદિરમાં બિનહિંદૂ રજિસ્ટરમાં એજ વ્યક્તિ એન્ટ્રી કરે છે જે ત્યાં આવે છે, ત્યારે અમે આ મામલે કંઈ કહી શકીએ નહીં. જેમને રજિસ્ટરમાં એન્ટ્રી કરી છે તેમને જ પૂછવું જોઇએ.થ
કોંગ્રેસે કહ્યું ભાજપનું ષડયંત્ર
વિવાદ બાદ કોંગ્રેસે કહ્યું કે આ ભાજપનું ષડયંત્ર છે ચૂંટણીમાં તે પોતાની હાર ભાળી ગયું છે માટે લોકોનું ધ્યાન ભટાકવવા માટે આવા કાવાદાવા કરી રહ્યું છે. જ્યારે રાહુલ ગાંધી તો ફક્ત હિંદૂ જ નહીં જનોઈધારી હિંદૂ છે. આ સાથે જ વરિષ્ઠ કોંગ્રેસી નેતા સુરજેવાલાએ રાહુલની ત્રણ તસવીર જાહેર કરી હતી જેમાં તેઓ અલગ અલગ તસવીરમાં જનોઈ ધારણ કરેલા જોઈ શકાય છે. તેમણે આરોપ પણ લગાવ્યો કે રજિસ્ટરમાં કરવામાં આવેલી સહી પણ રાહુલ ગાંધીની નથી તેમજ એન્ટ્રી સમયે તેમને જે રજિસ્ટર આપવામાં આવ્યું હતું તે પણ આ નથી.