હાર્દિકની સભાને ચૂંટણી અધિકારીએ મંજૂરી ન આપી

પોલીસે નેગેટીવ રિપોર્ટ આપ્યો, ઘર્ષણની શક્યતા ચૂંટણી અધિકારી જાનીએ પોલીસના નેગેટીવ અભિપ્રાયના કારણે હાર્દિક પટેલના પાસના સભાની મંજૂરી આપેલ નથી, બીજી તરફ પાસના આગેવાનો કહે છે કે મંજૂરી મળે કે ન મળે સભા તો થશે જ સભા સ્થળે મવડી રોડ પર સાંજે તંગદિલી સર્જાય તેવી શક્યતા છે  બીજી તરફ પોલીસ અને રેપીડ એકશન ફોર્સની ટુકડીઓ…

વિવિધ ક્ષેત્રમાં ફરજ બજાવેલ નિવૃત્ત કર્મચારીઓ દ્વારા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના સમર્થનમાં સ્નેહ મિલન યોજાયું

અનુભવી વ્યક્તિ શ્રેષ્ઠ માર્ગદર્શક બની શકે છે :શ્રી વિજયભાઈ રૂપાણી કોંગ્રેસના 60 વર્ષના કુશાસનને નજીકથી જોનાર વ્યક્તિ જાણે છે કોંગ્રેસનો અંધકાર : શ્રી વિજયભાઈ રૂપાણી રાજકોટ,      રાજકોટ વિધાનસભા 69 ના ઉમેદવાર મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના વિજય સમર્થનમાં વિવિધ ક્ષેત્રમાં ફરજ બજાવતા સરકારી અધિકારીઓ / કર્મચારીઓ દ્વારા ભવ્ય ભાવવંદના કાર્યક્રમ યોજાયો. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સમગ્ર વડીલોના આશિર્વાદ…

ભાજપનો વિકાસ મંત્રઃ શહેર સમૃદ્ધ અને ગામડાં સમર્થ..

  રાજકોટ ગ્રામ્યનો જુથસભામાં ભાજપના ઉમેદવાર શ્રી લાખાભાઈને વિજયશ્રીની શુભેચ્છા       રાજકોટ  રાજકોટ ગ્રામ્ય વિધાનસભા મતવિસ્તારના ઉમેદવાર શ્રી લાખાભાઇ સોરઠિયાના સમર્થનમાં મળેલા સંમેલનમાં રાજકોટ ગ્રામ્ય વિધાસભા મતવિસ્તારના ભાજપના ઉમેદવાર શ્રી લાખાભાઈ સાગઠિયાએ જણાવ્યુ હતું કે, દેશ આજે વિકાસના પથ પર જઇ રહ્યો છે. એમાં સરકારનો ગ્રામ વિકાસનો અભિગમ અને હેતુ સૌથી મહત્વનો ભાગ ભજવી…

ભાજપ ગરીબોને અભિશાપ ગણે છે અને કોંગ્રેસ આશીર્વાદઃ શ્રી ગોવિંદભાઈ પટેલ..

ગ્રુપ મીટીંગોમાં ભાજપના ઉમેદવારના પ્રહારો… ભાજપની સરકાર જ્યારથી ગુજરાતમાં બની છે અને હવે તો કેન્દ્રમાં પણ છે ત્યારથી એના અગ્રતાક્રમેગરીબોનું હિત, ગરીબોનું કલ્યાણ રહ્યું છે એવું રાજકોટ દક્ષિણ મત વિસ્તારના ઉમેદવાર અને પૂર્વ મંત્રી શ્રી ગોવિંદભાઇ પટેલે જણાવ્યું હતું. ભાજપની સરકારે હંમેશા ગરીબોની સાથે રહી છે. છેલ્લા ૨૨ વર્ષમાં ભાજપે રોજગારી વધારવાના અને ગરીબી ઘટાડવાના અનેક ઠોસ…

મોદીસાહેબનો લલકાર ક સે કચ્છ અને ક સે કમલ

 વડાપ્રધાન મોદીએ આજે આશાપુરા માતાના મઢે માતાજીના આશીર્વાદ લઇ ગુજરાતનાં ઝંઝાવાતી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો હતો, માતાજીના આશીર્વાદ લઇ કહ્યું હતું કે આશાપુરા માઁ પર મારી શ્રધ્ધા છે એટલે આશીર્વાદ લઇને શરુઆત કરું છું. મોદીએ માતાજીની આરતી પણ ઉતારી હતી. મોદી બે દિવસમાં આઠ રેલી સંબોધી અને ધારાસભાની ૫૨ બેઠકો પર પ્રચાર કરશે, કચ્છની રેલીમાં…

કોંગ્રેસી નેતાની કારમાંથી 9 લાખ મળી આવ્યા

  ચિલોડાથી ગાંધીનગર માર્ગ ઉપર મંગળવારે બપોરે એસ.એસ.ટી. દ્વારા ચૂંટણી અંતર્ગત વાહન ચકીંગ ચાલી રહ્યુ હતુ. તે દરમિયાન સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રીની  કારમાંથી રૂ.9.96 લાખ રોકડા અને કોંગ્રેસનુ પ્રચાર સહિત્ય મળી આવતા અનેક તર્ક વિતર્ક વહેતા થયા હતા. બપોરે ચિલોડાથી ગાંધીનગર હાઇવે પર સ્ટેટેટીક સર્વેલન્સ ટીમ દ્વારા વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. તે દરમિયાન ક્રેટા…

મર્યાદા અને સંસ્કાર એટલે રાણી પદ્માવતી

પદ્માવતી ફિલ્મને લઇને દેશભરમાં વિરોધ થઇ રહ્યો છે. આ ફિલ્મ પર રાજકારણ પણ રમાય રહ્યું છે. દેશના રજવાડાઓ અને ક્ષત્રિય સમાજ રોષે ભરાયા છે. ત્યારે રાજકોટ સ્થિત રાજવી પરિવારના યુવરાણી કાદમ્બરીદેવીએ  વાતચીતમાં જણાવ્યું હતું કે, આ રાજપુતોની લાજ, મર્યાદા પર વાત આવી ગઇ છે એટલે સમાજનો વિરોધ છે. દીપિકા તો સારી અભિનેત્રી છે. તે તો…

જીએસટી બાદ હવે ડાયરેકટ ટેક્સમાં બદલાવ આવશે

-ડ્રાફ્ટ માટે ટાસ્ક ફોર્સની રચના કરી દેવાઈ, બજેટ પહેલાં મહત્ત્વનો સંકેત -સમગ્ર ટેક્સ માળખું સરળ કરાશે, લોકો પર ટેક્સનો બોજ ઘટશે    ગુડ્ઝ એન્ડ સર્વિસીઝ ટેક્સ(GST)નો અમલ શરૂ થઈ ગયા બાદ મોદી સરકારે હવે ટેક્સ મામલે વધુ એક મહત્ત્વના સુધારાની દિશામાં કામ શરૂ કરી દીધું છે. સરકારે નવા ડાયરેક્ટ ટેક્સ કાયદાનો મુસદ્દો તૈયાર કરવા માટે…

છેલ્લા 45 ઉમેદવારો માટે અમિતભાઇનું ચલો દિલ્હી..

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૭ માટે ભારતીય જનતા પાર્ટીએ પ્રથમ અને દ્વિતિય તબક્કા માટે ૧૩૭ ઉમેદવારો જાહેર કર્યા છે. મંગળવારે પ્રથમ ચરણ માટે ૮૯ ઉમેદવારોએ પોતાના ઉમેદવારીપત્રો ભરી દીધા છે હવે બીજા ચરણ માટે એક સપ્તાહમાં ફોર્મ ભરવાના છે. બીજા ચરણ માટે ભાજપના ૪૫ ઉમેદવાર જાહેર થવાના બાકી છે એ પૂર્વે ભાજપ અધ્યક્ષ અમિત શાહ દિલ્હી…

શનિવારથી PM મોદી સૌરાષ્ટ્રથી ચૂંટણી પ્રચારનો આરંભ કરશે

 ગાંધીનગર ગુજરાત વિધાનસભાની રસપ્રદ ચૂંટણીમાં ભાજપે તેના ૧૩૬ ઉમેદવારો જાહેર કરી દીધા છે અને એકાદ બે દિવસમાં બાકીના ઉમેદવારો પણ જાહેર કરી દેવાની તૈયારી પૂરી કરી દીધી છે. આ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાનો ગુજરાત ચૂંટણીનો પ્રચાર પ્રવાસ શરૂ કરનાર છે. પ્રાથમિક વિગતો મુજબ શનિવારથી વડાપ્રધાન સૌરાષ્ટ્રથી પોતાની પ્રચારસભાઓ શરૂ કરશે. બીજી તરફ ભાજપ આગામી…